HomeGujaratમોરબીમાં ઈન્ક્મટેક્સનું સર્ચ ઓપરેશન, કરોડોનું બેનામી સાહિત્ય જપ્ત : સૂત્રો

મોરબીમાં ઈન્ક્મટેક્સનું સર્ચ ઓપરેશન, કરોડોનું બેનામી સાહિત્ય જપ્ત : સૂત્રો

ચંદીગઢથી શરુ થયેલ ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા મોરબી અને અમદાવાદ સુધી લંબાયા છે. હાલ મોરબી અને અમદાવાદ સહિત 25 થી વધુ સ્થળ ઉપર ઈન્કમ ટેક્સના દરોડાની કામગીરીમાં અધિકારીઓને મહત્વના દસ્તાવેજો હાથે લાગ્યા છે. આ દસ્તાવેજો લઈને હાલ અધિકારીઓ નજીકની ઈન્કમટેક્સ ઓફિસમાં પહોંચ્યા છે અને સમગ્ર દસ્તાવેજની ચકાસણી કરી રહ્યા છે.

જોકે સમગ્ર મામલે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વહેલી સવારથી 125 થી વધુ અધિકારીઓ દ્વારા મોરબી, અમદાવાદ સહિત 25 સ્થળો પર જે દરોડા પાડી સર્ચ ઓપરેશન કામગીરી કરવામાં આવી રહી છે તેમાં સુરત અમદાવાદ સહિતના શહેરના ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ આ દરોડાની કામગીરીમાં જોડાયા છે અને ક્યુટોન સીરામીક ગ્રુપ પર દરોડાની કામગીરી દરમિયાન અનેક બેનામી સાહિત્યના દસ્તાવેજો કબજે કરી તપાસ હજુ પણ યથાવત રાખવામાં આવી છે.

મહત્વનું કહી શકાય કે જે દરોડાની કામગીરી ચાલી રહી છે તેમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ જોડાઈ રહ્યા છે અને મોરબી ખાતે આવેલા યુનિટ સહિત તેમના ઘર પર જે તપાસ આદરવામાં આવી હતી તેમાં અનેક બેનામી સાહિત્ય મળી આવ્યા છે જોકે સમગ્ર મામલે નિષ્ણાંતોની મદદ લેવામાં આવી રહી છે અને જે કર્મચારીઓ ક્યુટોન સીરામીકમાં કામ કરી રહ્યા છે તે કર્મચારીના મોબાઈલ સહિતનો મુદામાલ અધિકારીઓ દ્વારા હાલ તો કબજે લેવામાં આવ્યો છે. સમગ્ર મામલે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે મોબાઈલ મળી આવ્યા છે તેમાં અનેક પુરાવા અધિકારીઓને હાથે લાગ્યા છે અને તેને લઈ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW