HomeGujaratCentral Gujaratપૂર્વ અમદાવાદના રોડ વરસાદમાં તૂટી ગયા, તંત્ર મૌન

પૂર્વ અમદાવાદના રોડ વરસાદમાં તૂટી ગયા, તંત્ર મૌન

વરસાદ બાદ પૂર્વ અમદાવાદની હાલત અત્યંત ખરાબ સ્થિતિમાં મુકાઇ ગઇ છે. લગભગ તમામ રોડ તૂટી ગયા છે. રિંગ રોડ, મોડલ રોડ, સર્વિસ રોડ, એપ્રોચ રોડ, એક્સપ્રેસ વે, નેશનલ હાઇવે તમામ રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જે વાહનચાલકોની મુશ્કેલીઓ વધારી રહ્યા છે. અકસ્માત, ટ્રાફિકજામની સ્થિતિ પણ વણસી જવા પામી છે.

ખખડધજ રસ્તા: પૂર્વ અમદાવાદમાં ઓઢવ બ્રિજની નીચેના બંને સર્વિસ રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. રોડ લગભગ સંપૂર્ણપણે તૂટી ગયો છે. ખાબોચિયામાં પાણી ભરાયેલા રહેતા વાહનચાલકો ખાડામાં પટકાઇને ઇજા પામી રહ્યા છે. કાદવ-કિચડ અને ભરાયેલા પાણી , તૂટેલા રોડ વચ્ચે ટ્રાફિકજામ મોટી સમસ્યા બનીને સામે આવી છે.

નીંભર તંત્ર: મ્યુનિ.તંત્ર દ્વારા તૂટેલા રોડના ખાડાઓ પુરવાની પણ તસ્દી લેવાઇ રહી નથી. ચાલુ વરસાદે રોડ રિસરફ્રેશ ન થઇ શકે પરંતુ મોટા ખાડા પડયા હોય ત્યાં માટી, પથ્થર નાંખીને તેને પુરી તો શકાય છે કે જેથી કરીને ખાડામાં વાહનચાલક ન પટકાય.

ખાડા સામે આવ્યો હોય ત્યારે ખાડામાં વાહન પડતું અટકાવવા માટે વાહનચાલક અચાનક જ સાઇડમાંથી નીકળવાનો પ્રયાસ કરે છે તેવામાં પાછળ આવતું વાહન તે વાહનને ટકરાઇ જવાના કિસ્સા વધારે બની રહ્યા છે.

સારંગપુરથી લઇને છેક ઓઢવ સુધીનો રોડ બિસ્માર હાલતમાં પડયો છે. નરોડાથી નારોલ સુધીના નેશનલ હાઇવને નંબર ૮ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW