રાજ્યભરમાં ચકચાર મચાવનાર બોટાદ જિલ્લાના લઠ્ઠાકાંડ પ્રકરણમાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાથી અનેક પરીવાર ઉજળી ગયા છે કોઈના પતિ કોઈના પુત્ર કે કોઈના પિતા ગુમાવવાનો વારો આવ્યો છે આ ઘટનાથી કેટલાક પરિવારના બાળકો પણ અનાથ થઇ ગયા છે.આવા બાળકોને વ્હારે બોટાદ પોલીસના એસપી કરનરાજ વાઘેલા અને બોટાદ પોલીસ આવી છે.જે પરીવારના બાળકોએ તેમના મોભી ગુમાવ્યા છે તેમના બાળકના અભ્યાસની જવાબદારી પોલીસે લીધી છે.

બનાવની તપાસમાં દેવગણા ગામ પહોચેલ એસપી કરણરાજ અને ડીવાયેસ્પી ઘટના સ્થળે પહોચ્યા હતા જ્યાં કનું શેખલિયા નામની વ્યકિતનું આ ઘટનામાં મોત થયું હોવાનું જયારે તેની પત્નીનું અગાઉંથી ઘરેથી જતી રહી હતી. ઘટનાને પગલે 4 બાળકો અનાથ થઇ ગયા હતા હાલ આ બાળકોની જવાબદારી મૃતકના મોટાભાઈ પર આવી ગઈ છે મૃતકના મોટા ભાઈ ગટુરભાઈ પર અગાઉથી 4 બાળકોની જ્વાબદારી હોય આં અંગેની એસપી વાઘેલાને જાણ થતા તેઓએ આ બાળકોની મદદ કરવાનો નિર્ણય લીધો છે અને તેની શિક્ષણનીજ્વાબદારી પોલીસ ઉઠાવશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો

