HomeGujaratCentral Gujaratઅમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદ, અનેક વિસ્તાર પાણી પાણી

અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદ, અનેક વિસ્તાર પાણી પાણી

અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘમેહર થઈ. સોમવાર બાદ મંગળવારે સાંજ પછી શહેરના પૂર્વ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં થોડા સમય માટે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ઓફિસથી ઘરે જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો કેટલીક જગ્યાએ ગટર ઉભરાતા પણ રોડ જાણે રીતસર તળાવમાં ફેરવાઈ ગયું હોય દેવા દ્રશ્યો પણ સર્જાયા હતા.

આગાહી: ગુજરાતમાં આવતીકાલે એટલે કે 27 જુલાઈએ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લો એટલે કે સમગ્ર ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમદાવાદમાં હળવેથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે.

સર્વત્ર ખાડા: મેઘરાજાએ અનરાધાર વરસાદ વરસાવતા મોટાભાગના વિસ્તારોમાં રોડ ઉપર નાનામોટા ખાડા અને ભૂવા પડવાનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. તેમજ વરસાદી પાણી તો મહત્તમ જગ્યાઓએ પાણી ભરાઈ ગયા હતા તેમ છતાં મ્યુનિ. ભાજપ શાસિત રોડ બિલ્ડિંગ કમિટી ચેરમેને અધિકારીઓ તો કામ કરે છે તેવો બચાવ કરતા ભારે વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW