મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. બુધવારે મોરબી જિલ્લામાં 796લોકોના rtpcr ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 20 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ 20લોકોમાં મોરબી શહેર 2 અને ગ્રામ્ય વિસ્તારોમાં 10 ગ્રામ્ય વિસ્તારોમાં પોઝિટિવ આવ્યા હતા તો વાંકાનેરમાં પણ 2 કેસ,હળવદમાં 5 અને એક વ્યક્તિ ટંકારામાં પોઝિટિવ આવ્યા હતા બીજી તરફ મોરબીના 10,વાંકાનેર 1 અને માળિયામાં 2 અને ટંકારા 2 દર્દી મળી કુલ 15 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. મોરબી જિલ્લામાં બુધવારે સુધીમાં એક્ટિવ કેસનો આંકડો 77 સુધી પહોચી ગયો છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલ આંકડા મુજબ જિલ્લામાં કોરોનાના પ્રથમ કેશથી લઇ આજ દિન સુધીમાં 557279 દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 11020દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાથી 10598 દર્દી સ્વસ્થ થયા હતા જયારે 95 દર્દીનો સતાવાર રીતે મોત થયા છે

