HomeGujaratમોરબીના વોર્ડ 9 માં કેનાલ રોડ જર્જરિત હાલતમાં સ્થાનીકોમાં અકસ્માતનો ભય

મોરબીના વોર્ડ 9 માં કેનાલ રોડ જર્જરિત હાલતમાં સ્થાનીકોમાં અકસ્માતનો ભય

મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 9 ના નાની કેનાલ રોડ જે RCC બનેલ છે આ રોડની હાલની સ્થિતિ અત્યંત કફોડી હાલતમાં છે રોડ પર લોખંડના સળીયા નીકળી ગયેલ છે તેમ જ રોડ પર ફૂટ ફૂટના ખાડા પડી ગયેલ છે.જેથી વાહન ચાલકોને અત્યંત મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ઓમ પાર્ક સોસાયટી થી મુનનગરચોક સુધીમાં 100-100 ફૂટના અંતરે 8થી 10 બમ્પ મુકી વાહનચાલકો ને માથાના દુખાવા સમાન બની ગયેલ છે ઓમ પાર્ક સોસાયટી થી મુનનગર ચોક સુધી જતા આજુ બાજુ ના ખેતર માં પાણી ભરાયેલ ને ડેમ જેવી હાલત થઈ ગયેલ છે તો આ પાણીનો નિકાલ કરવવા તથા દવાનો છંટકાવ કરવા રજૂઆત કરાઈ છે

ઓમ પાર્ક સોસાયટીમાં છેલ્લા પંદર દિવસંથી 4-5 વખત ભૂગર્ભગટર છલકાઈ છે. જેથી સોસાયટી ના લોકો ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તેનું પરમેનન્ટ સોલ્યુશન કરાવી આપવા સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે

અમો ત્યાં વસવાટ કરતા લોકોની માંગ આ રોડની મરામત તથા નાની કેનાલ પર સ્ટ્રીટ લાઇટો ફિટ કરવા માટે છે અમાંગ પ્રશ્નોને વાચા આપી આ કામને બને તેટલી કાળજી લઈને પૂર્ણ કરાવવાં રજૂઆત કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW