HomeGujaratપ્રતિબંધિત પ્લાસ્ટિક રાખનાર વેપારીઓ સામે પગલાં, 7.91 લાખનો દંડ

પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખનાર વેપારીઓ સામે પગલાં, 7.91 લાખનો દંડ

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર સામે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં 1 વર્ષ દરમિયાન કુલ 1,854 આસામીઓ પાસેથી 7.91 લાખનો દંડ વસુલ કરાયો છે.પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે મહાનગરપાલિકાની ટીમે દ્વારા છેલ્લા 1 વર્ષથી સતત કરાતી કામગીરીના કારણે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારામાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ અંગે મળતી વિગત મુજબ શહેરમાં પ્રતિબંધિત અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ કરનાર સામે મહાનગરપાલિકા દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકના કારણે પર્યાવરણને ભારે નુકસાન થઇ રહ્યું છે.

પશુ પર જોખમ: પશુઓ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝભલામાં નાંખેલ ખોરાક ખાતા તેમના પેટમાં પ્લાસ્ટિક જાય છે. ત્યારે આવા પ્લાસ્ટિકને કારણે પશુઓના મોત થતા જીવદયા પ્રેમીઓમાં પણ રોષ વ્યાપ્યો છે. દરમિયાન સરકારે પણ આવા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો હોય મહાનગરપાલિકાની ટીમ દ્વારા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

ત્યારે આ કામગીરી દરમિયાન છેલ્લા 1 વર્ષમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન, વેંચાણ, સંગ્રહ અને ઉપયોગ કરતા ઉત્પાદકો, વેંચાણ કર્તા અને ઉપયોગ કરનાર તેમજ જાહેરમાં ન્યુસન્સ ફેલાવી ગંદકી કરનાર 1,854 આસામીઓ પાસેથી મહાનગરપાલિકાએ છેલ્લા 1 વર્ષમાં 7,91,000નો દંડ વસુલ્યો છે. ત્યારે હવે આવી દંડની કાર્યવાહીમાંથી બચવા માટે આવા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા મહાનગરપાલિકાના કમિશ્નર રાજેશ તન્નાએ શહેરીજનોને

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW