HomeGujaratઆગામી પાંચ દિવસ વરસાદ ફરી જળબંબાકાર કરશે

આગામી પાંચ દિવસ વરસાદ ફરી જળબંબાકાર કરશે

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની સંભાવનાને પગલે કચ્છ, ઉત્તર ગુજરાતમાં શનિવાર અને રવિવારે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.

બીજો રાઉન્ડ: હવામાન વિભાગ દ્વારા 23 જુલાઇથી 27 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે જુલાઈમાં દક્ષિણ ગુજરાત અને કચ્છમાં મેઘરાજાએ પૂરની સ્થિતિ કરી મૂકી છે અને સીઝનનો 50 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. પરંતુ હવે વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ઘમરોળશે.

એલર્ટ જાહેર: દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરી છે. એટલું જ નહીં, હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની સંભાવનાને પગલે કચ્છ, ઉત્તર ગુજરાતમાં શનિવાર અને રવિવારે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ વોર્નિંગ અપાઈ નથી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW