HomeGujaratગુજરાતની દીકરીએ થાઇલેન્ડમાં ડંકા વગાડ્યા, બ્રોન્ઝ જીત્યો

ગુજરાતની દીકરીએ થાઇલેન્ડમાં ડંકા વગાડ્યા, બ્રોન્ઝ જીત્યો

થાઇલેન્ડના બેંગકોક ખાતે યોજાયેલી એશિયન કેડેટ એન્ડ જૂડો ચેમ્પિયનશીપ – 2022માં ભારત તરફથી ભાગ લેનાર ગુજરાતની અંકિતા એન. નાંઘેરાએ ડંકો વગાડી દીધો છે. 40 કિલોગ્રામ વજન જૂથમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ગત તારીખ 17 – 18 જુલાઇના રોજ થાઇલેન્ડ ખાતે જૂડો ચેમ્પિયનશીપ યોજાઈ હતી. ગુજરાત સ્ટેટ જૂડો એસોસીએશનના જનરલ સેક્રેટરી આઝાદ સૂર્વેના જણાવ્યા અનુસાર અંકિતાએ ગીર-સોમનાથ જિલ્લાના નાનકડા ગામમાંથી આગળ આવીને વિરાટ સિદ્ધિ મેળવી છે.

ગુજરાતનું ગૌરવ વધાર્યું: બ્રોન્ઝ મેડલ મેળવીને ગુજરાત અને ભારતનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધાર્યુ છે. તેણે મેળવેલી સિદ્ધિ બદલ ગુજરાત એસોસીએશનના પ્રમુખ આત્મારામ પટેલ સહિત એસોશીએશનના તમામ હોદ્દેદારો તથા ગુજરાતના સર્વે ખેલાડીઓ તરફથી અભિનંદન પાઠવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW