ભારતમાં હજી 5જી ની ફાસ્ટ ઈન્ટરનેટ સુવિધા હાલમાં તો પ્રાપ્ય નથી. જેને લોન્ચ કરવા માટે ઓથોરિટીએ પાઈલટ પ્રોજેક્ટ રુપે દીનદયાલ પોર્ટ સહિત ચાર સ્થળોની પસંદગી કરી છે.
ટ્રાયલ શરૂ: જેમાં નક્કી થયેલા સમય કરતા પહેલા જ પોર્ટમાં તેની ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે કંડલા પોર્ટ દેશનું ન માત્ર પ્રથમ પોર્ટ પરંતુ એવું સ્થળ બની ગયું છે જ્યાં 5જી ઈન્ટરનેટના મોટા પ્રોજેક્ટનું પ્રથમ ટ્રાયલ કરાઈ રહ્યું છે.

આ મહિનાના અંતમાં શરૂ થઈ શકે: આ મહિનાના અંત સુધીમાં સંપુર્ણ કાર્યાન્વિત કરવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે. જોકે હાલ ઘણી કંપનીઓ આ અંગે રેસમાં છે. ટ્રાય એ 5G ના ટ્રાયલ માટે ભારતભરમાંથી દિલ્હી એરપોર્ટ, ભોપાલ સ્માર્ટ સીટી, બેંગ્લોર મેટ્રો અને દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા એમ ચાર સ્થળોને પસંદ કરાયા હતા. 28 એપ્રીલના આ સંદર્ભે મળેલી બેઠકમાં ઉપલબ્ધ તમામ ખાનગી કંપનીઓના ટાવર, માળખા, સ્ટ્રીટ પોલ, સ્ટ્રીટ ફર્નીચરની માહિતીઓ એકત્ર કરીને તેના થકી પ્રોજેક્ટને 90 દિવસમાં ટ્રાયલ સુધી પહોંચાડવાનું નક્કી કરાયું હતું, જેની સમય મર્યાદા પહેલાજ 21 જુલાઈના તેના ટ્રાયલની શરૂઆત કરી દેવાઈ હતી.

