Tuesday, October 28, 2025
HomeGujaratગુજરાતમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવી તો 300 યુનિટની વીજળી મફત

ગુજરાતમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવી તો 300 યુનિટની વીજળી મફત

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરત અને તાપી જિલ્લામાં વિધાનસભાના ચૂંટણી દરમિયાન પોતાનું સંગઠન મજબૂત બને એવા પ્રયાસો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના વીજળી મોંઘીના અભિયાન બાદ સુરતમાં અરવિંદ કેજરીવાલ પ્રથમ ગેરંટી સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે.

શું બોલ્યા: કેજરીવાલે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતની જનતાને 300 યુનિટની વીજળી મફત આપશે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે. કેજરીવાલે જણાવ્યું હતું કે જે રીતે અમે દિલ્હી અને પંજાબમાં વીજળી મફત આપી રહ્યા છે એવી જ રીતે ગુજરાતમાં પણ આપીશું.

ગેરંટી આપી; આ અમારી ગુજરાતને પહેલી ગેરંટી છે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે. અમારી બીજી એ ગેરંટી છે કે 24 કલાક વીજળી મળશે. ગુજરાતમાં જ્યાં વીજળીકાપ છે ત્યાં પણ 24 કલાક વીજળી આપવામાં આવશે.કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પહેલીવાર આ પ્રકારે 24 કલાક વીજળી આપવી અને એ પણ ફ્રીમાં આપવી આ માત્ર કુદરતે મને જ શીખવ્યું છે. આ કોઈને આવડતું નથી, કોઈ રાષ્ટ્રીય પક્ષને પણ નથી આવડતું, પરંતુ આ મને આવડે છે. અમારી સરકારે દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું છે. અમે પ્રામાણિક સરકાર છે અને અમે માત્ર સાચી વાત કહીએ છીએ. અમે રાજકારણ કરવા આવ્યા નથી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page