HomeGujaratમોરબીમાં બેન્ક ઓફ બરોડાના સ્થાપના દિવસની કર્મચારીઓ દ્વારા પ્રેરણાદાયી ઉજવણી

મોરબીમાં બેન્ક ઓફ બરોડાના સ્થાપના દિવસની કર્મચારીઓ દ્વારા પ્રેરણાદાયી ઉજવણી

મોરબીમાં બેન્ક ઓફ બરોડાના 115 માં સ્થાપના દિવસ નિમિત્તે પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી જેમાં બેન્કના કર્મચારીઓએ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્ટેશનરીનું વિતરણ કર્યું હતું તેમજ શાળામાં વેક્યુમ ક્લીનર મશીન અર્પણ કર્યું હતું.

મોરબી શહેર નજીક આવેલ બેન્ક ઓફ બરોડાની ત્રાજપર બ્રાન્ચ દ્વારા બેન્કની સ્થાપનાના 115 વર્ષ પૂર્ણ થતા અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને બેન્કના પ્રકાશ ખટાણા સહિતના કર્મચારીઓ દ્વારા લાલપર ગામની પ્રાથમિક શાળામાં વેક્યુમ ક્લીનર મશીન તેમજ સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે લાલપર ગામના આગેવાનો તથા શાળાના આચાર્ય અને શિક્ષકગણ સહિતના હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW