Tuesday, October 28, 2025
HomeGujaratલલિત કગથરાને પ્રદેશ કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ પદ મળતા આવતીકાલે મોરબીમાં રેલી

લલિત કગથરાને પ્રદેશ કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ પદ મળતા આવતીકાલે મોરબીમાં રેલી

ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિત કગથરાની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે મોરબી ખાતે મગળવારે 19 જુલાઈના રોજ કોંગ્રેસ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ લલિત કગથરાને સત્કારવા માટે સભાનું આયોજન કરાયું છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ જગદિશભાઈ ઠાકોર ઉપસ્થિત રહેશે.
મોરબી કોંગ્રેસ દ્વારા 19 જુલાઈના રોજ સવારે 9-30 કલાકે રામધન આશ્રમ (મહેન્દ્રનગર)થી દ્વારકેશ પાર્ટી પ્લોટ સુધી બાઈક રેલીનું આયોજન કરાયું છે. રેલી પૂર્ણ થયા બાદ જાહેર સભાનું આયોજન કરાયું છે. સભા સ્થળે લલિતભાઈ કગથરાનો સત્કાર સમારંભ યોજાશે. આ બાઈક રેલીમાં ઉમટી પડવા માટે કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીલાલ પટેલે આમંત્રણ પાઠવ્યું છે. મોરબી જિલ્લામાંથી લલીતભાઈ કગથરાની પ્રદેશ કોંગ્રેસના મહત્વના હોદા પર નિમણૂક થવા બદલ મોરબી જિલ્લા કોંગ્રેસ લાગણી અનુભવે છે. મોરબી જિલ્લાના લલીતભાઈ કગથરાની કાર્યકારી પ્રમુખની નિમણૂકને આવકારવા ઉષ્મા ભર્યું સ્વાગત કરવા આતુર છે. મોરબી માંથીપ્રદેશ કોંગ્રેસમાં સ્થાન મળવાથી આગામી વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ કાર્યકરોનો ઉત્સાહ બેવડાશે અને તેની અસર પરિણામમાં જોવા મળશે તેવી આશા કોંગી આગેવાન અને કાર્યકરો સેવી રહ્યા છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page