મોરબી જીલ્લાની અતિ પછાત એવી માળિયા (મિ) નગરપાલિકામાં રહેતા લોકો તેમજ ત્યાંથી પસાર થતા અન્ય વાહન ચાલકો રામ ભરોસે હોય તેમ લાગી રહ્યું છે કારણ કે નેશનલ હાઇવે થી જૂની મામલદાર ઓફીસ સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલત માં છે.આ રસ્તા ઉપર જયારે વાહનો ચાલે છે. ત્યારે જાણે કે વાહનો જાણે હમણાં પલટી મારી જાશે તેવા દ્રશ્ય સર્જાય છે.આ રસ્તા બાબતે માળિયા ના જાગૃત નાગરિક દ્વારા ઉપવાસ અંદોલન પણ કરવામાં આવેલ હતું અને ત્યારે આ રસ્તો રીપેર કરવાનું લેખિત બાહેંધરી મામલતદાર દ્વારા આપવામાં આવેલ હતી.ગુજરાત સરકારના મંત્રી તેમજ મોરબીના ધારાસભ્ય દ્વારા સમયાન્તરે પોતાની વાહ વાહ કરાવવા માટે જાહેરાતો કરવામાં આવતી હોય છે મેરજા માળિયા તાલુકાના વતની છે. માળિયાની સ્કુલ માં ભણેલા છે. પરંતુ તેઓને માળિયા માટે જરા પણ લાગણી નથી. કારણ કે મતનું રાજકારણ અહિ આવી જાય છે.

સરકાર વવાણિયા થી માળિયા ના રોડ માટે ૧૦૪ કરોડ રૂપિયા ના ખર્ચે રોડ કરવાની મંજુરી આપતી હોય, તો આતો ત્રણ કિલો મીટર નો રોડ છે. અને તેને પણ રીપેર કરવાનો છે .તો તે શા માટે નથી કરતી તેવું લોકો પૂછી રહ્યા છે.લોકો એ પણ કહી રહ્યા છે. કે આ સરકાર લોકોને વધારે ઉપયોગી હોય અને જે રોડની ખુબજ જરૂર હોય તેવા રોડ પ્રત્યે ઉદાસીન શા માટે હોય છે ? આવું થવાનું કારણ શું છે.? તેવા લોકો સવાલ કરી રહ્યા છે આ બાબતે મોરબીના રાજકીય અગ્રણી અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરીએ સીએમને પત્ર લખી માળિયા શહેરથી નેશનલ હાઇવે ને જોડતો રોડ તાત્કાલિક રીપેર કરી ને લોકોને સુવિધા થાય તેવું કરવા માંગણી કરી છે જો આ રોડ રીપેરીંગ કામ નહી થાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે


