આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના રીસાલા ચોક ખાતે “જનસંવાદ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જનસંવાદ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે.
ભાજપ સરકારે પ્રજાને લૂંટી: આજે ભાજપ જનતાના પૈસા લૂંટીને ખૂબ જ અમીર પાર્ટી બની ગઈ છે અને એ જ પૈસાથી તેઓ શિવસેનાના ધારાસભ્યોને ખરીદીને મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવે છે. બદલામાં જનતાને શું મળ્યું? વીજળી ના ભાવમાં વધારો. ગુજરાતમાં પણ આજે વીજળી ના ભાવમાં વધારો થયો છે. ગુજરાતના લોકો પ્રતિ યુનિટ 7 થી 8 રૂપિયા ચૂકવી રહ્યા છે. આખા દેશમાં ક્યાંય વીજળી એટલી મોંઘી નથી. જ્યારે દિલ્હીમાં 73% લોકો નું વીજળીનું બિલ આજે શૂન્ય આવે છે.

શ્રીલંકા જેવું ન થાય: ભાજપે ગુજરાતને પોકળ કરી નાખ્યું છે. આજે ગુજરાત રાજ્ય પર 3.50 લાખ કરોડનું દેવું છે. દર વર્ષે આ લોનમાં 30 થી 35 હજાર કરોડનો વધારો થાય છે. ગુજરાતમાં જ્યારે પણ બાળકનો જન્મ થાય છે ત્યારે તે 48000 રૂપિયાનો દેવાદાર બની જાય છે. મને ડર છે કે ભાજપને કારણે આપણા દેશની હાલત શ્રીલંકા જેવી ન થઈ જાય. 2014માં જ્યારે ભાજપ સત્તામાં આવ્યુ ત્યારે ભારત પર 56 લાખ કરોડનું દેવું હતું અને આજે દેશ પર 139 લાખ કરોડનું દેવું છે.


