મોરબી જીલ્લામાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ગુરુવારે જીલ્લામાં 11 કેસ આવ્યા હતા. તો બીજ દિવસે પણ 11 કેસ આવ્યા હતા શુક્રવારે 869 દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 11 દર્દી કોરોના પોઝીટીવ આવ્યા હતા આ 11 દર્દીમાં મોરબી શહેરના ૩ અને ગ્રામ્ય વિસ્તારમાં 6 કેસ આવ્યા હતા તો 2 કેસ ટંકારા શહેરમાં આવ્યા હતા. બીજી તરફ જિલ્લામાં 07 દર્દી સ્વસ્થ પણ થયા હતા. જયારે એક્ટીવ કેસનો આંક 49 રહ્યો છે મોરબી જીલ્લામાં આજ સુધીમાં કુલ549 10907 દર્દી કોરોના પોઝીટીવ આવ્યા હતા જેમાંથી 10509 દર્દી સ્વસ્થ થઇ ચુક્યા છે.

