HomeGujaratનવસારી આખું બેટમાં ફેરવાયું, જુઓ આ ડ્રોનના દૃષ્ટિકોણથી ફોટો

નવસારી આખું બેટમાં ફેરવાયું, જુઓ આ ડ્રોનના દૃષ્ટિકોણથી ફોટો

નવસારી પાસેનું દેવધા ગામ બેટમાં ફેરવાયું છે. જેની સાથે જ ઉપરવાસના ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે અંબિકામાં 4 વાગ્યા બાદ પાણી વધે એવી સંભાવનાને જોતા ગણદેવીના આગેવાનો સાથે સ્થાનિક તંત્ર પણ એલર્ટ થયુ છે. જો નદીના જળસ્તરમાં વધારો થાય તો અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

જળસ્તર વધી શકે: જિલ્લાની ત્રણેય લોકમાતા અંબિકા, કાવેરી અને પૂર્ણામાં પૂરની સ્થિતિ બની ગઈ છે. જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થાનાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેની સાથે જ આજે પણ ઉપરવાસમાં વધુ વરસાદને જોતા અંબિકા નદીમાં જળસ્તર વધવાની સંભાવના છે.

આવી સ્થિતિ: જિલ્લામાં પૂર્ણા અને કાવેરી નદીઓએ, જે ભયજનક સપાટી વટાવી હતી, એમાં હવે ઘટાડો નોંધાયો છે. પરંતુ ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીનું જળસ્તર 24 ફુટ સુધી સ્થિર રહ્યા બાદ ધીમે ધીમે વધી રહ્યું હતું. જેને કારણે કાંઠાના 17 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW