HomeGujaratરાજકોટમાં રેલમછેલ: શાળા કોલેજમાં રજા જાહેર, સર્વત્ર પાણી પાણી

રાજકોટમાં રેલમછેલ: શાળા કોલેજમાં રજા જાહેર, સર્વત્ર પાણી પાણી

ગુજરાતમાં મેઘરાજા હવે આફત બની રહ્યા છે. રવિવારે અમદાવાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ હતી. નવસારી અને વલસાડ જિલ્લામાં પણ જળબંબાકારની સ્થિતિ છે. મંગળવાર સવારે રાજકોટની હાલત જળબંબાકાર થઈ છે. રાજકોટમાં સવારે બે કલાકમાં જ બે ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેર નદીમાં ફેરવાયું હતું. બીજી તરફ મંગળવારે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજકોટમાં ચાર ઇંચ વરસાદ પડી ગયો છે.

લોકોને અપીલ: રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ રાજકોટની જનતાને અપીલ કરતા જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. આજી નદીમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. રાજકોટ રાજકોટ જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદને પગલે શાળા અને કોલેજમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી આજ રોજ યોજનાર તમામ પરીક્ષા રદ કરવામાં આવી છે.

બ્રીજ બંધ: સવારના સાત વાગ્યાથી રેલવે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. વોટર વર્ક વિભાગ તરફથી પાણી ભરાવાને કારણે અંડરબ્રિજ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. બીજી તરફ રેલ નગર, મહિલા કોલેજ, લક્ષ્મીનગર, આમ્રપાલી સહિતના બ્રિજમાં પમ્પિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટના ચાર પૈકી માત્ર એક જ અંડર બ્રિજમાં વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW