HomeGujaratસૌરાષ્ટ્ર માટે આગામી ત્રણ દિવસ રહેશે ભારે, આ જિલ્લાને ઘમરોળશે મેઘો

સૌરાષ્ટ્ર માટે આગામી ત્રણ દિવસ રહેશે ભારે, આ જિલ્લાને ઘમરોળશે મેઘો

રાજ્યમાં એકી સાથે ત્રણ સિસ્ટમ સક્રીય થતા અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગે કરી છે. તો રાજકોટ, જામનગર, દ્વારકા, કચ્છ અને મોરબીને રેડ એલર્ટ કરવામાં આવ્યાં છે.

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ વરસશે. રાજ્યમાં દ્વારકા, દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા સેવાઇ છે. બીજી બાજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને મધ્ય ગુજરાતમાં ગાંધીનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સાથે મહેસાણા, ગાંધીનગર અને દાહોદમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ 12 જુલાઈના રોજ અમદાવાદ, સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, આણંદ તથા તારીખ 13 જુલાઈના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ ઉપરાંત તારીખ 14 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરત, ભરૂચ. આણંદ અને તારીખ 15 જુલાઈના રોજ જામનગર, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરત, ભરૂચ, આણંદમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યમાં વરસાદને લઈને આજે હવામાન વિભાગે નવી આગાહી કરી છે. જે મુજબ આગાહીમાં 3 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. આગામી 5 દિવસ ( 15 જુલાઇ સુધી) વરસાદની સ્થિતિ સાર્વત્રિક રીતે યથાવત રહેશે.દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 જુલાઈ બાદ વરસાદમાં આંશિક રાહત મળશે તેવા વરતારા પણ થયા છે.આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW