રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મોરબી જીલ્લામાં પણ મેઘ મહેર યથાવત જોવા મળી રહી છે મોરબી જિલ્લામાં મંગળવારે સવારે પણ મેઘમહેર યથાવત રહી હતી મોરબી સવારે 6થી 10 વાગ્યા સુધીમાં મોરબી શહેરમાં વધુ 2 ઇચ વરસાદ વરસી ગયો હતો શહેરમાં હજુ અગાઉ પડેલા વરસાદના પાણી પણ ઓસર્યા નથી ત્યાં વધુ 2 ઇંચ પાણી વરસાદ સમગ્ર શહેર જળમગ્ન થઇ ગયું છે શહેરના ચિત્રકૂટ વિસ્તારથી કન્યા છાત્રાલય રોડપર પાણી ભરાયા હતા અને આ પાણી છેક સરદાર બાગ સુધી આવતા સરદારબાગથી લઇ સ્વામિનારાયણ મંદિરના ગેટ સુધી રોડ જળમગ્ન થઇ ગયો હતો આ ઉપરાંત ગાંધી ચોકથી ચકિયા હનુમાન વિસ્તાર,અવની ચોકડી,ઉમિયા સર્કલ નજીક વિસ્તાર,શનાળા જીઆઈડીસી લાતી પ્લોટ સાવસર પ્લોટ કાયાજી પ્લોટ શક્તિ પ્લોટ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા મોરબી જીલ્લામાં સીઝનનો કુલ 14 ઇંચ વરસાદ છેલ્લા 8 દિવસમાં ખાબકી ગયો છે

મોરબી સિવાય બીજા તાલુકાની વાત કરીએ તો ટંકારામાં માત્ર 4 એમએમ અને માળીયામાં 02 એમ એમ વરસાદ પડયો હતો જયારે અલગ અલગ તાલુકામાં હળવા ઝાપટા વરસ્ય હતા.

