HomeGujaratમુન્દ્રા બંદરેથી 70 કિલોનો ડ્રગનો જથ્થો ઝડપાયો

મુન્દ્રા બંદરેથી 70 કિલોનો ડ્રગનો જથ્થો ઝડપાયો

કચ્છના મુન્દ્રા બંદરેથી 70 કિલો હિરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાત ATSએ આ અંગે કાર્યવાહી હાથધરી છે.

નશાનું દૂષણ: રાજ્યમાં નશાનું દુષણ વધી રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લામાં દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું હેરોઈન છેલ્લા ઘણા સમયથી પકડાઈ રહ્યું છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટ પર દરિયાઈ માર્ગે હેરોઈન ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યું છે. ત્યારે હાલમાં ગુજરાત એન્ટિ ટેરેરિસ્ટ સ્કોડે સપાટો બોલાવી કચ્છના મુન્દ્રા બંદરેથી વધુ 70 કિલો હિરોઈન જપ્ત કર્યું છે. જેની આંતરરાષ્ટ્રીય કિંમત 350 કરોડ રૂપિયા થાય છે.

કપડાંની આડમાં: એવું કહેવામાં આવી રહ્યું છે કે, કપડાની આડમાં હેરોઈનની દાણચોરી કરવામાં આવી હતી. આ જથ્થો દુબઈના જેબેલ અલી બંદરથી કન્ટેનરમાં આવ્યો હતો. ATSના અધિકારીએ જણાવ્યું હતું કે, મુન્દ્રા પોર્ટ પર હેરોઈન જપ્ત કરવાની કામગીરી ચાલી રહી છે. આ મામલે વિશેષ તપાસ થઈ રહી છે જેમાં અનેક મોટા ખુલ્લાસાઓ થવાની સંભાવના છે.

પોલીસ સૂત્રો: પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મુન્દ્રા બંદર પર હેરોઈનના જથ્થા અંગે ઈનપુટના આધારે ATS ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) સાથે ઓપરેશન કરી રહી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW