HomeGujaratCentral Gujaratછોટાઉદેપુરના બોડેલીમાં રેકોર્ડબ્રેક 17 ઇંચ વરસાદ, 800 લોકોનું સ્થળાંતર કરાયું

છોટાઉદેપુરના બોડેલીમાં રેકોર્ડબ્રેક 17 ઇંચ વરસાદ, 800 લોકોનું સ્થળાંતર કરાયું

ભારેથી અતિભારે વરસાદે રવિવારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને પાણી પાણી કરી દીધું છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં રેકોર્ડબ્રેક 17 ઇંચ વરસાદ ખાબકતા ગામ આખું બેટમાં ફેરવાયું છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારીમાં ભારે વરસાદને પગલે 700 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. રવિવારની મોડી સાંજે અમદાવાદમાં પણ 4 કલાકમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા.

17 ઇંચ વરસાદ: 17ઇંચ વરસાદ થતાં નિચાણવાળા વિસ્તારમાં લોકોના ઘર-દુકાનોમા પાણી ભરાયા હતાં. જયારે વાહન વ્યવહારથી ધમધમતી અલીપુરા ચોકડી નદીના રૂપમાં ફેરવાઇ હતી. છોટા ઉદેપુર જિલ્લામાં બોડેલી બાદ પાવીજેતપુર-કવાંટમાં 10 ઇંચ અને છોટાઉદેપુરમાં 9 ઇંચ વરસાદે જાણ જીવનને માઠી અસર કરી છે. ભારે વરસાદના કારણે જિલ્લાની ઓરસંગ-હેરણ અને અશ્વિની નદી બે કાંઠે થઇ ગઇ હતી. ભારે વરસાદના કારણે માર્ગો તુટી જવાના કારણે વ્યવહાર બંધ થયો હતો. જયારે જિલ્લામાં વરસાદી પાણીમાં ડૂબેલા 800થી વધુનું સ્થળાંતર કરાયુ હોવાની પ્રાથિમિક વિગતો મળી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW