ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડી મંડળ દ્વારા રાજ્યમાં અલગ અલગ સેલ તેમજ અન્ય મુખ્ય હોદાઓની નિમણુક કરવામાં આવી રહી છે ત્યારે મોરબી કોંગ્રેસના અગ્રણી એવા કે ડી બાવરવાની પુત્રી ક્રિષ્ના પટેલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (મહિલા) ના જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.તેઓએ પહેલા પ્રદેશ મંત્રી તરીકે સુંદર કામગીરી કરી હતી. ત્યારબાદ મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ સુંદર કામગીરી કરી હતી ક્રિષ્ના બેનના દાદા પણ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને તેમનું સન્માન ખુદ તત્જકાલીન પીએમ જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવેલ હતું. તેમના પિતા પણ કોંગ્રેસ પાર્ટીના વફાદાર કાર્યકર્તા છે. તેઓ પણ પ્રદેશ મંત્રી તરીકે કામગીરી કરી ચુક્યા છે. તેઓ ઓલઇન્ડિયા કોંગ્રેસ સમિતિ તરફથી અન્ય રાજ્યોમાં પ્રભારી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. આમ તેઓને કોંગ્રેસના સંસ્કાર વારસામાં મળ્યા છે. તેઓ સાયન્સ ગ્રેજ્યુએટ છે. તેઓ એ માસ્ટર ડીગ્રી પણ મેળવેલ છે. તેઓ એ એલ એલ બી કરીને એડવોકેટ ની ઉપાધિ પણ મેળવેલ છે. તેઓ સારા સામાજિક કાર્યકર પણ છે. તેઓ તેના જીવન માં ખૂબ આગળ વધે અને ખુબજ સુંદર કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે


