મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહયા છે. જોકે મંગળવારે 9 કેસ નોંધાયા બાદ ગુરુવારે 8 કેસ પોઝીટીવ આવ્યા હતા.જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રજુ કરવામાં આવેલ આકડા મુજબ જિલ્લામાં બુધવારે કુલ 1120 દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ કર્યા હતા. જેમાથી 08 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા આ 08 દર્દીમાં મોરબી ગ્રામ્યમાં 2 જયારે શહેરમાં 4 દર્દી જયારે વાંકાનેર અને માળિયામાં 1-1 દર્દી પોઝિટિવ આવ્યા છે.બીજી તરફ મોરબી તાલુકાના અગાઉ આવેલ દર્દીઓ માંથી 1 દર્દી તેમજ ટંકારામાં 1 દર્દી સ્વસ્થ થયા હતા. મોરબી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 46 પર પહોચી ચુકી છે .બીજી તરફ મોરબી જિલ્લામાં આજ દિન સુધીમાં 5,41,942 દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 10,838 પોઝિટિવ આવ્યા હતા જેમાથી 10,44૩ દર્દી સ્વસ્થ થયા હતા

