અમદાવાદના પૂર્વમાં આવેલા વસ્ત્રાલ વિસ્તારમાં એક યુવાન ગત 24 જૂને મોર્નિંગ વોકમાં નીકળ્યો હતો ત્યારે પાછળથી પૂરઝડપે આવેલી એક બોલેરો એ તેમને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો છે.
મર્ડર છે: આ ઘટના અકસ્માત નહીં, પરંતુ હત્યા હોવાનું બહાર આવ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ હત્યા અન્ય કોઈએ નહીં, પરંતુ મૃતકની પત્ની અને તેના પ્રેમીએ 10 લાખની સોપારી આપીને કરાવી હતી. આ વાત તપાસમાંથી સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચે શૈલેષની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે. જ્યારે ફરાર થઈ ગયેલા બોલેરો પીકઅપ ચાલકની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ ચોંકી ગઈ: વસ્ત્રાલમાં આવેલી ગેલેક્સી કોરલ સોસાયટીમાં રહેતા શૈલેષ પ્રજાપતિ ગત 24મી જૂને વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. સોસાયટીથી થોડે દૂર જ પહોંચ્યા કે, પાછળથી પૂરપાટ ઝડપે આવેલી બોલેરોએ પાછળથી ટક્કર મારી દીધી હતી. જેમાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની તપાસમાં આ અકસ્માત ઈરાદાપૂર્વક કરાયો હોવાનું બહાર આવ્યું હતું. ઉંડાણપૂર્વક તપાસ કરતા પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.
આવો હતો પ્લાન: નીતિન પ્રજાપતિ અને મૃતકની પત્ની એક જ ગામના છે અને છેલ્લા અઢી વર્ષથી તેની ઘરમાં અવર-જવર શરૂ થઈ હતી. આ દરમિયાન તેને નીતિન સાથે પ્રેમ થઈ ગયો હતો. આ વાતની જાણ બે વર્ષ પહેલા શૈલેષને થઈ ગઈ હતી અને તેના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. શૈલેષના કારણે તે અને નીતિન મળી શકતા ન હોવાથી તેમણે તેને રસ્તામાંથી હટાવવા માટે તેની હત્યાનો પ્લાન બનાવ્યો

