જૂનમાં જે વરસાદની ઘટ રહી ગઇ હતી તે જુલાઇમાં જોવા મળશે. જુલાઇમાં આખા ગુજરાતમાં વરસાદ પડશે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારેથી ખૂબ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ જુલાઇ મહિનામાં ગુજરાતમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદની આગાહી કરી છે.

ગુજરાતથી લઇને કેરળ સુધી લાંબો ટ્રફ બની રહ્યો છે. આ ટ્રફને કારણે પણ મહારાષ્ટ્રના દરિયાકિનારાના ભાગો, દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના ભાગો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. જૂનમાં જે વરસાદની ઘટ રહી ગઇ હતી તે જુલાઇમાં જોવા મળશે. જુલાઇમાં આખા ગુજરાતમાં વરસાદ જોવા મળશે અને વરસાદનો લાંબો રાઉન્ડ જોવા મળશે. 13મી તારીખ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો રહેશે.

