મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહયા છે. ગયા સપ્તાહ સુધી જિલ્લામાં સિંગલ ડિજિટ કેસ આવતા હતા જોકે સોમવારે ડબલ ડિજિટ કેસ નોંધાયા હતા.જિલ્લામાં સોમવારે 975 દર્દીના આરટીપીસીઆર
ટેસ્ટ કર્યા હતા જેમાથી 12 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા આ 12 દર્દીમાં મોરબી ગ્રામ્યમાં 9 જયારે શહેરમાં 2 દર્દી જયારે માળીયામાં 1 દર્દી પોઝિટિવ આવ્યા છે.બીજી તરફ મોરબી તાલુકાના અગાઉ આવેલ 3 દર્દી સ્વસ્થ થયા હતા. મોરબી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 32 પર પહોચી ચુકી છે .બીજી તરફ મોરબી જિલ્લામાં આજ દિન સુધીમાં 5,39,839દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 10,821પોઝિટિવ આવ્યા હતા જેમાથી 10,440 દર્દી સ્વસ્થ થયા હતા

