HomeGujaratCentral Gujaratબોરસદ બેહાલ, 4 કલાકમાં 11 ઇંચ બેટમાં ફેરવાયું ગામ

બોરસદ બેહાલ, 4 કલાકમાં 11 ઇંચ બેટમાં ફેરવાયું ગામ

બોરસદમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેથી NDRFની ટીમ મદદ માટે બોલાવાઈ છે. આણંદના બોરસદમાં આભ ફાટ્યું છે. બોરસદ શહેરમાં 11 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. માત્ર 4 કલાકમાં 11 ઈંચ જેટલો વરસાદ પડતાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

તળાવ ઓવરફલો: ભારે વરસાદના પગલે બોરસદ શહેરનું તળાવ ઓવરફ્લો થયું હતું. તળાવ ઓવર ફ્લો થતાં અનેક મકાનો પાણીમાં ગરકાવ થયા હતા. આ આફતમાં11 જેટલા પશુનું મૃત્યુ થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

300થી વધુનું સ્થળાંતર: સિસવા અને ભાદરણના નીચાણવાળામાંથી લોકોનું સ્થળાંતર કરાયું છે. જેમાં સિસવામાંથી 380 લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે ભાદરણમાંથી 250 લોકોનું સ્થળાંતર કરાયું છે. આણંદની સાથે સાથે ખેડા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. નડિયાદમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

હાલાકી: ભારે વરસાદના પગલે જાણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી તેમજ અનેક મકાનોમાં પાણી ભરાયા હતા. પાણીના નિકાલ માટે પાલિકાની ટીમ દ્વારા રાત્રે જ ઓપરેશન હાથ ધરાયું હતું. અનેક સ્થળો પર પાણીના નિકાલ માટે ખાસ વ્યવસ્થા કરાઇ હતી. ચાર કલાકમાં 11 ઈંચથી વધારે વરસાદ પડતા સમગ્ર નગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW