મોરબી જિલ્લા તેમજ આસપાસના જિલ્લાની મહિલાઓ સંચાલિત સખી મંડળની બહેનો આર્થિક રીતે સધ્ધર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ યોજના ચલાવવામાં આવે છે સાથે સાથે મહિલા ઓ દ્વારા તૈયાર કરેલી ચીજ વસ્તુઓનું વેચાણ થાય તે માટે અલગ અલગ શહેરમાં સખી મેળાનું પણ આયોજન કરવામાં આવે છે

મોરબી જીલ્લામાં પણ અલગ અલગ સમયે આ મેળા થતા હોય છે ત્યારે મોરબીના એલ ઈ કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુરુવારથી સખી મેળા શરુઆત કરવામાં આવી છે, આ મેળામાં મોરબી જિલ્લાના 28 ગામ નગરપાલિકા વિસ્તારના 7 તેમજ અન્ય જિલ્લાના 15 બહેનો મળી કુલ 50 જેટલી સ્ટોલ સહાય જૂથની ઉભા કરવામાં આવ્યા છે. જેમાં મહિલાઓ દ્વારા તૈયાર કરેલી ચીજ વસ્તુઓ યાર કરવામાં આવી છે આ સખી મેળા તેમજ રાજ્યમાં ભાજપ સરકારના 20 વર્ષના શાસનના ભાગરૂપે ગુજરાતના અલગ અલગ ઝાંખી રાખવામાં આવી છે

રાજ્ય સરકારના રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ આ સખી મેળા અને વંદે ગુજરાત પ્રદર્શનનું રીબીન કાપી શુભારંભ કરાવ્યો હતો. તેમજ બાદમાં દીપ પ્રાગટ્ય કરાવી સ્ટોલ ખુલ્લો મુકાવ્યો હતો આ તકે મંત્રી બ્રીજેસ મેરજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ સખી મેળામાં સખી મંડળની બહેનોના લાભાર્થે સખી મેળા તેમજ છેલ્લા 20 વર્ષમાં ભાજપ સરકાર દ્કવારા રવામાં આવેલ કામગીરીના લેખાજોખાની ઝાંખી કરતા પ્રદર્શનનું આયોજન કરાયું છે અને આ બન્ને કાર્યક્રમ આજે જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે લોકો આ સખી મેળાનો બહોળી સંખ્યામાં લાભ લે તેવી અપીલ કરી હતીળ

