કેન્દ્ર સરકાર દ્વારા દેશના સરક્ષણ દળની ભરતીમાં ધરમૂળ ફેરફાર કરી અગ્નિપથ યોજના લાગુ કરી છે આ યોજનાને લઇ તાજેતરમાં અલગ અગલ રાજ્યમાં વિરોધ પ્રદર્શન થયા હતા. તો કોંગ્રેસ દ્વારા પણ આ અંગે વિરોધ વ્યક્ત કરવામાં આવે આવે છે ત્યારે આજે મોરબી શહેરમાં જિલ્લા કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસની ટીમ દ્વારા નહેરૂ ગેટ ચોક ખાતે સુત્રોચ્ચાર કરી અગ્નીવિર યોજનાનો વિરોધ કરી તાત્કાલિક આ યોજન રદ કરી હાલ જે રીતે ભરતી થાય છે તે મુજબ વધુ સંખ્યામાં આર્મીમાં યુવાનોની ભરતી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

કોગ્રેસે આક્ષેપ કર્યા હતા કે જયારે પણ વિરોધ પક્ષ પ્રજાના પ્રશ્ને રજૂઆત કે વિરોધ કરે તો સરકાર પોલીસને આડે રાખી તેના વિરોધને ક્રૂર રીતે દબાવી દે છે. મોરબીમાં યોજાયેલ આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે પટેલ,પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મનોજ પનારા,એન એસ યુ આઈના જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા,કોંગ્રેસ અગ્રણી મહેશ રાજ્યગુરુ સહીત કોંગ્રેસ આગેવાનો જોડાયા હતા


