જૂનાગઢમાં દેશના પહેલા પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો પ્રારંભ કરવામાં આવશે. આ કાફેની ખાસિયત એ છે કે, જ્યાં એક કીલો પ્લાસ્ટીક આપવામાં આવે તો તેની સામે કાફે દ્વારા પૌઆ અથવા તો ઢોકળા આપવામાં આવશે. 30 જૂનના રોજ જૂનાગઢના આઝાદ ચોકમાં રાજ્યપાલના હસ્તે પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો પ્રારંભ કરવામાં આવશે અને આ કાફેનું સંચાલન સેલ્ફ હેલ્પ ગ્રુપ અને મહિલાઓ દ્વારા કરવામાં આવશે. 30 જૂનના રોજ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ કાફેનો પ્રારંભ કરાવશે. આ કાફેમાં જુનાગઢના લોકો પ્રાકૃતિક ભોજનની સાથે નાસ્તાનો આનંદ લઈ શકશે. મહત્વની વાત છે કે, આ કાફે દેશનું પહેલું પ્લાસ્ટિક કાફે બનશે. જેમાં પ્લાસ્ટિક જમા કરાવવાથી પ્રાકૃતિક ફૂડ અને શરબત લોકોને મળશે. જૂનાગઢને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.
આજ રોજ માન.રાજ્યપાલશ્રી @ADevvrat ના હસ્તે ઉદ્દઘાટન થનાર ' પ્રાકૃતિક પ્લાસ્ટિક કેફે ' ના આયોજન અંગેની રીવ્યુ મિટિંગનું આયોજન જિલ્લાના સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે કરવામાં આવ્યું. @CMOGuj @pkumarias @rmanjhu @trajendrabjp @Manish_guj @iArvindRaiyani @brijeshmeja1 @RaghavjiPatel pic.twitter.com/fMAvVlGFVq
— Collector Junagadh (@collectorjunag) June 28, 2022
પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેમાં જુનાગઢ વાસીઓ પ્રાકૃતિક ભોજન નાસ્તાનો આનંદ લઈ શકશે તેવું કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકની એક બોટલ ડીકમ્પોઝ થતા 400 વર્ષ જેટલો સમય લાગે છે. ભારતમાં દરરોજ 10,376 ટન પ્લાસ્ટિકનો વપરાશ થાય છે. તેમને એવું પણ જણાવ્યું હતું કે, દર વર્ષે 500 બિલિયન પ્લાસ્ટિક બેગનો વપરાશ કરવામાં આવે છે. વર્ષ 2050સુધીમાં દરિયામાં માછલીથી વધારે પ્લાસ્ટિકની બેગ જોવા મળે તેવી ધારણા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જિલ્લા કલેકટર દ્વારા જુનાગઢના લોકોને પર્યાવરણ જાળવણી માટે આ ઉપરાંત શારીરિક અને માનસિક હેલ્થ માટે પ્રાકૃતિક ખોરાક તરફ ફળવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

