HomeGujaratવલસાડમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ, વાહન ચાલકો ફસાયા

વલસાડમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ, વાહન ચાલકો ફસાયા

ગુરુવારે વહેલી સવારે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકામાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ પડતાં રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. ધોધમાર વરસાદના પગલે અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. વલસાડ તાલુકામાં 158 MM, વાપીમાં 50 MM,પારડી 80 MM વરસાદ વરસ્યો હતો.

વલસાડમાં વરસાદ: ધોધમાર વરસાદના પગલે શહેરના છીપવાડ, MG રોડ, અબ્રામા વિસ્તાર, તિથલ રોડ, હાલર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. MG રોડ, નાની ખાત્રીવાડ સહિતના વિસ્તારોમાં આવેલી કાપડની દુકાનોમાં વરસાદી પાણી ભરાયા હતા. તેથી દુકાનદારોને પોતાની દુકાનનો સામાન સલામત સ્થળે ખસેડવાની નોબત આવી હતી.

વાહન ચાલકો પરેશાન: નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ ગરનાળામાં પણ વરસાદી પાણીનો ભરાવો થતા અનેક વાહન પરેશાન થયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW