HomeGujaratમોરબીમાં ગટરનું ઢાંકણ ખુલ્લું છોડી દેવાતા કારનું ટાયર અંદર ઘુસી ગયું

મોરબીમાં ગટરનું ઢાંકણ ખુલ્લું છોડી દેવાતા કારનું ટાયર અંદર ઘુસી ગયું

મોરબી શહેરના અનેક વિસ્તાર અને મુખ્ય માર્ગો પર ભૂગર્ભની સફાઈ કામગીરી કર્યા બાદ પાલિકાની ટીમ દ્વારા ફરીથી ઢાકણ બંધ કરવાના બદલે જેમને તેમ છોડી દેવામાં આવતા હોવાની અનેક ફરિયાદ ઉઠતી હોય છે. તેમ છતાં પાલિકાની ટીમ દ્વારા આ ખાડા બંધ કરવામાં આવતા નથી પરિણામે વાહન ચાલકો અંદર પડવાની ઘટના અવારનવાર બનતી હોય છે સોમવારે આવી જ એક ઘટના અયોધ્યાપૂરી રોડ પર બની હતી એહી એક સેન્ટરો કારનું આગળનું વ્હીલ ખુલ્લી ગટરમાં ઘુસી ગયું હતું સદ નસીબે અન્ય કોઈ વાહન આવતું ન હોવાથી કોઈ દુર્ઘટના બની ન હતી.

ચોમાસાની હજુ તો શરૂઆત છે આગામી દિવસમાં કદાચ ભારે વરસાદ થાય અને રસ્તા પર પાણી ભરાયા બાદ રસ્તા પર કોઈ વાહન આવા ખાડામાં પડે અને કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તે પહેલા આ ખાડા બંધ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW