HomeGujaratગોંડલ યાર્ડ બન્યું નંબરવન, 2361 લાખની થઈ જંગી આવક

ગોંડલ યાર્ડ બન્યું નંબરવન, 2361 લાખની થઈ જંગી આવક

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડએ નાણાકીય વર્ષ 21-22માં રૂ. 2361 લાખની જંગી આવક કરી રાજ્યનાં માર્કેટિંગ યાર્ડ માં પ્રથમ નંબર મેળવ્યો છે.જ્યારે દાયકાઓથી પ્રથમ નંબરે રહેતા ઊંઝા માર્કેટિંગ યાર્ડને બીજા નંબરે , રાજકોટ ત્રીજા નંબરે અને સુરત ચોથા નંબરે પહોચ્યું છે.

તાજેતરમાં ગુજરાત નિયંત્રણ બજાર સંઘ અમદાવાદ દ્વારા વર્ષ 20-21નાં નાણાકીય વર્ષનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, આ અહેવાલ પ્રમાણે ગોંડલ માર્કેટીંગ યાર્ડની આવક રૂ. 2361 લાખ થવા સાથે સમગ્ર રાજ્યની માર્કેટીંગ યાર્ડની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ નો પ્રથમ નંબર આવવા પામ્યો છે.

સાથોસાથ ગોંડલ માર્કેટિંગ યાર્ડે 1531 લાખની બચત કરી છે.અને યાર્ડનું ભંડોળ રૂ. 7932 લાખ થયું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની આવક અંગે ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડ માં ચણા ની આવક અને વેચાણનો મહત્વનો ફાળો રહ્યો છે ચણાની સિઝનમાં રોજ આશરે 35000 બોરીનું વેચાણ થયું હતું.જ્યારે દાયકાઓથી પ્રથમ રહેતું ઊંઝા માર્કેટિંગ યાર્ડ ની આવક 2329 લાખ થતા તે બીજા નંબરના સ્થાને ધકેલાયું છે, જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ 2198 લાખ સાથે ત્રીજા નંબરે અને સુરત 1799 લાખ સાથે ચોથા નંબરે પહોંચ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW