HomeGujaratઆવતીકાલે ઇન્ડિયા આયર્લેન્ડ T20, જાણો કોણે મળશે ચાન્સ

આવતીકાલે ઇન્ડિયા આયર્લેન્ડ T20, જાણો કોણે મળશે ચાન્સ

આયરલેન્ડ સામે ટીમ ઇન્ડિયા ટોપ ઓર્ડરમાં હાર્દિક ઘણા યુવા ખેલાડીઓને તક આપી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમ આયરલેન્ડ સામે બે મેચની ટી-20 સીરિઝ રમશે. આ સીરીઝ માટે કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરાઇ છે.

ઓપનિંગ જોડી: ઇશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગ કરી શકે છે. બંન્ને ખેલાડીઓએ તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાં પણ ઓપનિંગ કર્યું હતું. સાથે જ રાહુલ ત્રિપાઠી ત્રીજા નંબરે બેટિંગમાં ઉતરી શકે છે. રાહુલ ત્રિપાઠીની પ્રથમવાર ટીમ ઇન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે.

દીપકને ચાન્સ: હાર્દિક પંડ્યા બેટિંગ ઓર્ડરને મજબૂત કરશે. આ સિવાય સૂર્યકુમાર યાદવ અને દિનેશ કાર્તિકને પણ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. કાર્તિકે હાલમાં જ ટીમ ઈન્ડિયામાં શાનદાર વાપસી કરી છે. આ સિવાય દીપક હુડ્ડા પ્લેઇંગ 11માં પણ જોવા મળી શકે છે.

બોલર: ભૂવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલને સ્થાન મળી શકે છે. તે સિવાય ઉમરાન મલિક પ્રથમ વખત ટીમ ઈન્ડિયા તરફથી રમતો જોવા મળી શકે છે. આ સિવાય અન્ય બોલર માટે અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલ વચ્ચે જંગ જામશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW