HomeGujaratવલસાડમાં વર્ષા રાણીની અમી કૃપા, સર્વત્ર વરસાદ

વલસાડમાં વર્ષા રાણીની અમી કૃપા, સર્વત્ર વરસાદ

વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી છવાયેલા વરસાદી મહોલ બાદ સોમવારે વીજળીના કડાકા-ભડાકા સાથે વલસાડના ઉમરગામમાં 6 ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. આ સિવાય વલસાડમાં 4 ઈંચ, વાપીમાં સવા ચાર ઈંચ અને પારડીમાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. નવસારીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. નવસારીના ખેરગામમાં અઢી ઈંચ, ચીખલીમાં 1.5 ઈંચ, ગણદેવીમાં 1.5 ઈંચ, જલાલપોરમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય સુરતમાં પણ ભારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કામરેજમાં 2.5 ઈંચ, સુરત શહેરમાં 2 ઈંચ, મહુવામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ટ્રાફિક જામ: મુંબઈ-અમદાવાદ હાઈવે પર પારડી બ્રિજ પર પાણીનો ભરાવો થયો હતો. જેના કારણે ટ્રાફિકજામ થયો હતો. આ વિશે જાણ થતાં પારડી પોલીસ દ્વારા વરસાદી પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી.

સારા વરસાદની આગાહી: આ વર્ષે ચોમાસું ખેડૂતો માટે સારું રહેશે. 22 જૂનથી જુલાઈ અને ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધી સારો વરસાદ પડશે. જ્યોતિષે કરેલી આગાહી પ્રમાણે, 24થી 30 જૂન સુધી રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ જ્યારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW