HomeGujaratસૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન, ભાવનગરમાં વીજળી પડતાં બેનું મૃત્યુ

સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન, ભાવનગરમાં વીજળી પડતાં બેનું મૃત્યુ

હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભાવનગરમાં વરસાદ સાથે વીજળી પડતાં કાકા-ભત્રીજાનું મોત થયાની ઘટના બની છે. આગાહી અનુસાર હજી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન: સૌરાષ્ટ્રમાં જૂનાગઢના માળિયા હાટીનામાં એક કલાકમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. માળીયા હાટીનાના અમુક વિસ્તારોમાં હજુ વાવણી બાકી છે ત્યારે વાવણી લાયક વરસાદથી ખેડૂતોને નવી આશા બંધાણી છે. બીજી તરફ અમરેલીમાં બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકમલ ચોકમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વલસાડમાં વરસાદ: વલસાડ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રવિવારે પારડી તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ધીમીધારે વરસાદ વરસતા બાળકોએ વરસાદમાં ન્હાવાની મજા માણી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW