Sunday, July 7, 2024
HomeGujaratસરકારની નોટિસ છતાં જુનિયર તબીબોની હડતાળ ચાલુ

સરકારની નોટિસ છતાં જુનિયર તબીબોની હડતાળ ચાલુ

પીજી મેડિકલની 2018 અને 2019ની બેચના રેસિડેન્ટસની કોવિડ કામગીરીને 1:1 મુજબ સીનિયર રેસિડેન્સી બોન્ડ સેવામાં ગણી લેવાઈ હતી તે રીતે 2019ની બેચના પીજી રેસિડેન્ટની પણ માંગ છે પરંતુ સરકાર આ માંગ સ્વીકારવા તૈયાર નથી. આરોગ્યમંત્રી આપેલી ચીમકી મુજબ ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા તમામ જુનિયર ડોક્ટરોને ટર્મિનેશન નોટિસ આપી ફરજ પર હાજર થઈ જવા કડક આદેશ કરવામા આવ્યો છે પરંતુ જુનિયર ડોક્ટરો પણ માનવા તૈયાર નથી અને હડતાળ ચાલુ જ રાખશે.જ્યારે સરકારે પણ જુ નિયર ડોક્ટરોની અવેજમાં જરૃર પડે તેટલો વધુમાં વધુ હંગામી સ્ટાફ બહારથી મંગાવી લેવા હોસ્પિટલોને સૂચના આપી દીધી છે.

નોટિસમાં એવી પણ સૂચના અપાઈ છે કે જો કોઈ રેસિડેન્ટ ડોક્ટર તેમની ફરજ પર હાજર નહી થાય તે શિસ્તભંગના પગલા ભરાશે અને રેસિડેન્સી સમાપ્ત કરવામા આવશે. સરકારની આ ટર્મિનેશન નોટિસ છતા હાલ જુનિયર ડોક્ટરો હડતાળ પાછી ખેંચવાના મૂડમાં નથી. જુનિયર ડોક્ટરો આગળ પણ હડતાળ ચાલુ જ રાખશે. જ્યારે સરકાર પણ નમતુ જોખવા માંગતી નથી. એક હજારથી વધુ જુનિયર ડોક્ટરોની હડતાળને પગલે આરોગ્ય સેવા ખોરવાઈ રહી છે ત્યારે સરકારે હોસ્ટિપટલોને બહારથી હંગામી મેડિકલ સ્ટાફ મંગાવી લેવા અને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા આદેશ કર્યો છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,704FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW