HomeGujaratસૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન, સાર્વત્રિક વરસાદથી હવામાન ઠંડુ

સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન, સાર્વત્રિક વરસાદથી હવામાન ઠંડુ

સૌરાષ્ટ્રમાં પણ મનભરીને મેઘરાજા વરસતાં સ્થાનિકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. જુનાગઢના માંગરોળમાં તો પહેલા જ દિવસે ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. લાલબાગ વિસ્તારમાં દિવાલ ધસી પડતાં બે વ્યક્તિને ઈજા પહોંચી હતી.

રાજકોટમાં વરસાદ: માણાવદમાં અઢીં ઈંચ તો વંથલીમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટ જિલ્લામાં બુધવારે સતત પાંચમા દિવસે વરસાદ વરસ્યો હતો. ઉપલેટા, આટકોટ અને ગોંડલ પંથકમાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. રાજકોટના મેટોડામાં વીજળી પડતાં એક યુવકનું મોત નીપજ્યું હતું. ઘોઘા અને ગારીયાધારમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. ધારી ગીર વિસ્તારની નાની નદીઓમાં તો ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બુધવારે ધારી, સાવરકુંડલા, ખાંભા અને રાજુલામાં પણ મેઘમહેર થઈ હતી. ગીર જિલ્લાના વેરાવળમાં પોણો ઈંચ, તાલાલા ગીરમાં 2.12 ઈંચ વરસાદ પડ્યો હતો.

સીઝનની વર્ષા: માંગરોળમાં બુધવારે સીઝનનો પહેલો વરસાદ પડ્યો હતો. વહેલી સવારથી જ વરસાદ વરસવાનું શરૂ થયું અને 4.3 ઈંચ ખાબક્યો હતો. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જૂનાગઢના માણાવદર શહેર અને પંથકમાં સવારથી મેઘરાજા મન મૂકીને વરસતા ચાર કલારમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તા પર પાણી પાણી થઈ ગયું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW