રાજકોટમાં સીંગતેલ ડબ્બે રુા. 10ના ઘટાડાથી 2770 થયું હતું. કપાસિયા તેલ 10ના ઘટાડાથી 2620 હતું. જ્યારે પામોલીન ડબ્બે રુા. 20ના ઘટાડાથી 2275 રહ્યું હતું. વેપારીઓનાં કહેવા પ્રમાણે મંદી પાછળ એકથી વધુ કારણો ભાગ ભજવી રહ્યા છે.
સમયસર વરસાદ: ચોમાસુ સમયસર આવી જતાં મગફળી, કપાસ સહિતની તેલીબિયા ચીજોનું વાવેતર અને ઉત્પાદન વધવાની ગણતરીએ માનસ નબળું પડ્યું છે. આ સિવાય વિશ્વબજારમાં સપ્લાય સરળ બની ગઇ હોવાના કારણોસર ભાવો સતત નીચા આવી ગયા છે. ભારતમાં આયાત પણ પર્યાપ્ત પ્રમાણમાં થઇ રહી છે. ઇન્ડોનેશિયાને ઘઉં આપીને પામોલીન ખરીદવાની વાતચીત પણ ચાલતી હોવાનું કહેવાય છે તે સંજોગોમાં સપ્લાય હજુ વધુ વધી શકે છે. આવા અનેકવિધ કારણોથી માનસ બદલાતા ભાવો ઘટી રહ્યા છે. હજુ વધુ ઘટાડાની શક્યતાનો ઇન્કાર થઇ શકતો નથી.

