અમદાવાદની એક એવી બોક્સર જેને બાળપણમાં મોટી સિદ્ધિ મેળવી છે. જેનું નામ કાવ્યા હિતેશભાઈ જોશી છે.
કાવ્યાએ એકલવ્ય સ્પોર્ટસ એકેડેમીમાં કોચ રમેશ મહેતા સર પાસે 2019 માં બોક્સિંગની ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી. 2016 માં આવેલ દંગલ મૂવીથી પ્રેરણા લઈ આ દિશામાં પગલાં માંડ્યાં. શરૂઆતની ટ્રેનિંગ દરમિયાન પ્રેક્ટિસ ફાઈટ સમયે કાવ્યા અપોનેટના હાર્ડ પંચથી ડરી પાછા પગલે ચાલતી. તે સમયે કાવ્યા ના પિતા અપસેટ થઈ જતા. એક વખત તો તેના પિતાએ રમેશ મહેતા સર્ ને બોક્સિંગ છોડી દેવા માટે પણ જણાવ્યું પરંતુ મહેતા સરે થોડો સમય ધીરજ રાખવા જણાવેલ હતું. ત્યારબાદ કાવ્યાએ તેની પ્રેક્ટિસ શરુ રાખી. હાર્ડ પ્રેક્ટિસ થી પોતાના ગોલ તરફ આગળ ને આગળ વધવા લાગી. દિવસે દિવસે તે વધુ ને વધુ સ્ટ્રોંગ બનવા લાગી. સંપૂર્ણ શાકાહારી કાવ્યા નોનવેજ તો નહીં જ પરંતુ ઈંડાને પણ હાથ નથી લગાવતી.
કહેવાય છે કે,”સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય”. કાવ્યા રોજ સવારે 6:00 થી 8:00 પરસેવો પાડતી. જેના ફળ સ્વરૂપે ઓક્ટોબર 2021માં ગુજરાત સ્ટેટ સબ જુનિયર બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ વાર રીંગમાં ઉતરી અને 54 to 57 kg weight category ચેમ્પિયન બની. પ્રથમ સફળતાએ તેને આત્મવિશ્વાસ અને ઊર્જાથી ભરી દીધી. ગુજરાત ચેમ્પિયન બનવાની સાથે કાવ્યાએ વર્કઆઉટના કલાકો બેવડ્યા એટલે કે સવારે 6:00 થી 8:00 અને 6:00 થી 8:00. કાવ્યા ની શાળાનો સમય બપોરે 12:00 હતો તેના કારણે બોક્સિંગને પૂરતો સમય આપી શકતી હતી. 2022માં ધોરણ 8 ની વાર્ષિક પરીક્ષા માં પણ તેણે એક પણ દિવસ પ્રેક્ટિસ ન પાડી.

ધોરણ-૮ માં 77% સાથે પાસ કરી તે 16 મી મે 2022માં ખેલ મહાકુંભમાં ફરી રીંગ માં ઉતરી, જેમાં તેણે બધી જ મેચ માં પ્રથમ રાઉન્ડ માં જ RSC દ્વારા વિજય પ્રાપ્ત કર્યો. અને ગોલ્ડ મેડલ મેળવી 17 may 2022 ના રોજ નેશનલ રમવા બેલારી રવાના થઈ જ્યાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા bronze મેડલ પ્રાપ્ત કર્યો, જેમાં પ્રથમ મેચ ઉત્તરાખંડ સાથે પહેલા રાઉન્ડમાં RSC દ્વારા વિજય મેળવી આગળ વધી. બીજી મેચ કેરેલા સાથે પણ પ્રથમ રાઉન્ડમાં RSC સાથે વિજય થયેલ આ સાથે જ બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતમાં એક નવો ઇતિહાસ રચ્યો…
ઈન્ડિયાને રીપ્રેઝન્ટ કરી ઇન્ડિયા માટે ગોલ્ડ મેડલ લાવી અને આખી દુનિયામાં ભારતનું નામ રોશન કરવા નો કાવ્યાનો ગોલ છે.
achievements of National Boxer Kavya Joshi
1.Bronze Medal- Sub Junior National Boxing Championship.
2.Gold Medal- Khelmahakhumbh Boxing Championship.
3.Gold Medal- Sub Junior State Boxing Championship.

