HomeGujaratCentral Gujaratઆ શહેરના 30 ટકા લોકોના લાયસન્સ રદ્દ થયેલા છે, કર્યા હતા આવા...

આ શહેરના 30 ટકા લોકોના લાયસન્સ રદ્દ થયેલા છે, કર્યા હતા આવા કાંડ

પીવાના શોખીન અમદાવાદના લોકો રાજસ્થાન અને ગોવામાં જઈને પીધા પછી ભાન ભૂલી જાય છે. જેના કારણે ગુજરાતમાં જે કુલ લાયસન્સ રદ્દ થાય છે તેમાંથી 30% વાહનચાલકો અમદાવાદના હોવાનું સામે આવ્યું છે. આ વાહનચાલકો નશો કરીને વાહન હંકારે છે અથવા તો ગતિ મર્યાદા તોડીને વાહન દોડાવે છે.

30 ટકા લાયસન્સ રદ: અમદાવાદના RTO એ ગોવા અને રાજસ્થાન જેવા પ્રવાસન સ્થળ પર ડ્રાઈવિંગના નિયમોનો ભંગ કરનારા 30% વાહનચાલકોના 2021માં લાયસન્સ રદ્દ કર્યા હતા. જેઓ નશામાં નિયમો તોડીને વાહન ચલાવતા પકડાયા હતા.

બીજા રાજ્યમાં નિયમભંગ કરે છે: વાહનચાલક પકડાય પછી તેના લાયસન્સ નંબર સહિતની વિગતો અમદાવાદ RTOને મોકલવામાં આવતી હોય છે. પહેલીવાર RTO દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારા અને તેમના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે તે વ્યક્તિના લાયસન્સ નંબર, વાહન નંબર, નિયમોનો ભંગ કરનાર વ્યક્તિની તસવીર પહેલીવાર જાહેર કરવામમાં આવ્યા છે.
જેમનના લાયસન્સ ગુજરાતમાંથી નીકળ્યા છે તેવા વાહનચાલકો વાહનો ચલાવવાના નિયમનો ભંગ કરનારા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ નિયમોનો ભંગ કર્યા છે.

શું કહે છે અધિકારી: મામલે ARTOએ જણાવ્યું કે, “કુલ સસ્પેન્ડ કરાયેલા લાયસન્સમાંથી 20%થી 30% એવા છે કે જેમણે રાજ્યની બહાર વાહનની ગતિ મર્યાદા અને નશામાં વાહન ચલાવીને નિયમો તોડ્યા છે.” પ્રાદેશિક પરિવહન અધિકારી આરએસ દેસાઈ જણાવે છે કે, “નિયમોનો ભંગ કરનારા વાહનચાલકનું લાયસન્સ 6 મહિના સુધી સસ્પેન્ડ કરીએ છીએ.”
મળતી વિગતો પ્રમાણે વર્ષ 2020માં 353 અને 2021માં 320 લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા હતા. અધિકારી જણાવે છે કે, 2021માં કુલ સસ્પેન્ડ થયેલા લાયસન્સમાંથી 100 (31.21%) વાહનવ્યવહારના નિયમોનો ભંગ કરનારા અમદાવાદના હતા જેમણે ઓક્ટોબર અને ડિસેમ્બરમાં ગોવા અને રાજસ્થાનમાં ટ્રાફિકના નિયમો તોડ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW