IMDના અઘિકારી એમ. મોહન્તીએ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઇ ગયું છે તેમ જણાવતા કહ્યું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે સમગ્ર ચોમાસા દરમિયાન 96 થી 104 ટકા વરસાદ ૫ડવાની શક્યતા રહેલી છે.
સૌથી વધુ વરસાદ: જેમાં સૌથી વધારે ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં 7 મીમી. વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુઘી સરેરાશ 14.45 મીમી વરસાદ થયો છે, જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની સરેરાશ 850 મીમી.ની સરખામણીએ 1.70 ટકા છે.

જળાશયની સ્થિતિ: રાજ્યના 206 જળાશયમાં 34.93 ટકા પાણીનો જથ્થોસિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં 154915 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 46.37 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,94,954 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના 34.93 ટકા છે. હાલમાં રાજ્યમાં બે જળાશયો વોર્નીંગ પર છે.

