HomeGujaratરાજકોટમાં બપોર બાદ વાતાવરણમાં પલટો, કલાકમાં 1 ઇંચ

રાજકોટમાં બપોર બાદ વાતાવરણમાં પલટો, કલાકમાં 1 ઇંચ

રાજકોટ શહેરમા સતત ચોથા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં શહેરના સેન્ટ્રલ ઝોનમાં સવા ઈંચ વરસાદ અને વેસ્ટ ઝોનમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરમાં પડેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાના દ્રશ્ય સામે આવ્યા હતા.

અહીં પાણી પાણી: બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને સાંજ પડતા જ રાજકોટમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના કેનાલ રોડ, બસસ્ટેન્ડ, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, મહિલા કોલેજ અન્ડરબ્રિજ, કિસાનપરા ચોક, કાલાવડ રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા.

ગ્રામ્ય પંથક પણ ભીનું: પડધરીમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણી પાણી થઈ ગયા હતા. યાજ્ઞીક રોડ પર દોઢ-દોઢ ફૂટ પાણી રસ્તા પર ભરાય ગયા. શહેરમાં અડધા કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટમાં ઝોનવાઇઝ વાત કરીએ તો રાતના 8.45 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 15 MM, વેસ્ટ ઝોનમાં 18 MM અને ઇસ્ટ ઝોનમાં 4 MM વરસાદ નોંધાયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW