HomeGujaratગુજરાતના આ ગામે વરસાદની સાથે માછલાં પણ વરસ્યા

ગુજરાતના આ ગામે વરસાદની સાથે માછલાં પણ વરસ્યા

ગુજરાતમાં મેઘરાજાની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવાર સુધીમાં કેરળ થી શરૂ થયેલું ચોમાસું સુરત સુધી પહોંચી જશે. સૌથી વધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ અરવલ્લી જિલ્લાના ધનસુરામાં પડ્યો છે.

ડીસામાં અનોખી ઘટના: પણ ગુજરાતના ડીસામાં અનોખી ઘટના બની છે. ડીસાના એક ગામે ખાતે વરસાદ સાથે માછલીઓનો વરસાદ થતાં કુતૂહલ સર્જાયું છે. ડીસા પંથકમાં અચરજ પમાડતી એક ઘટના બની છે. ડીસાના ભીલડી પંથકમાં ખેતરમાં વરસાદ સાથે માછલીઓનો વરસાદ થતાં અનેક વાતો થઈ રહી છે.

દક્ષિણ ગુજરાતના ડીસા તાલુકાના ખેંટવા ગામ (Khentva Village) ખાતે બાબુભાઈ દેસાઈ નામના ખેડૂતના ખેતરમાં માછલીઓનો વરસાદ થતાં અનેક લોકો ચોંકી ગયા છે. ખેડૂતનો દાવો છે કે વરસાદની સાથે સાથે તેમના ખેતરમાં નાની માછલીઓનો પણ વરસાદ થયો હતો.

સૌથી મોટી અને ખાસ વાત: સામાન્ય રીતે આવી ઘટના બને તો આસપાસ નદી કે તળાવ હોવાનું અનુમાન થાય છે. પણ આ ખેડૂતના ખેતર પાસે કોઈ જ નદી નાળા કે તળાવ નથી. તો પછી આ માછલના વરસાદ થયો કેવી રીતે? આ અંગે અનેક ચર્ચા થઈ રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW