HomeGujaratદરિયા કિનારે સેલ્ફી લેતા ચેતજો, જામનગરનો પરિવાર થયો શિકાર

દરિયા કિનારે સેલ્ફી લેતા ચેતજો, જામનગરનો પરિવાર થયો શિકાર

વરસાદી વાતાવરણને લઈને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં પોરબંદરના દરિયાકાંઠે જામનગરનો પરિવાર સેલ્ફી લઈ રહ્યો હતો આ દરમિયાન દરિયામાં મોજા ઉછળતા આ મોજામાં બે મહિલા અને એક બાળક સહિતનો પરિવાર તણાયા હતા. પોરબંદર ખાતે જામનગરનો પરિવાર ફરવા આવ્યો હતો. જે વરસાદી વાતાવારની મોજ માણવા કુછડી ગામ નજીક દરિયા કિનારે ગયો હતો આ દરમિયાન તીવ્ર મોજાની થપાટમાં બે મહીલા અને એક બાળક ડુબવા લાગ્યા હતા. નજીકના લોકોને જાણ થતાં બે મહિલાઓને બચાવી લેવામાં આવી છે જયારે લાપતા બાળકની શોધખોળ ચાલી રહી છે.

દેકારો બોલાવતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને તાબડતોડ બચાવ કામગીરી હાથ ધરી હતી. જેના ફળ સ્વરૂપે બે મહિલાઓને હેમખેમ ઉગારી લેવામાં આવી હતી જયારે બાળક દરિયામાં લાપતા બન્યો હતો. મળતી વિગત મુજબ દરિયામાં સેલ્ફી લેતી વેળાએ આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે.

મહિલાને બચાવી લેવાઈ: દરિયામાં તણાતી મહીલાઓને ઉગારી તો લેવામાં આવી હતી પરંતુ તેણીને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ હતી. હાલ પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ઘટનામાં તણાઈ ગયેલા બાળકનો પત્તો ન લગતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW