HomeGujaratમિતાલી રાજે આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય લીધી, અંતે કહી આ વાત

મિતાલી રાજે આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય લીધી, અંતે કહી આ વાત

ભારતીય મહિલા ક્રિકેટની મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. મિતાલી રાજ છેલ્લા 23 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહી હતી, હવે બુધવારે 39 વર્ષની ઉંમરે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું.

સૌથી વધુ રન: મિતાલી રાજે તેની ,બે દાયકાથી વધુ ચાલેલી તેની ક્રિકેટ કારકિર્દીમાં સંપૂર્ણ રીતે શાસન કર્યું છે. તે ભારતમાં મહિલા ક્રિકેટની ઓળખ છે, ODIમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે અને કેપ્ટન તરીકે સૌથી વધુ જીત પર તેનું નામ છે. આવી સ્થિતિમાં મિતાલી રાજનું સંન્યાસ લેવું એ મહિલા ક્રિકેટ જગતમાં એક મોટી ઘટના છે.

નિવૃત્તિ લેતી વખતે થઈ હતી ભાવુક: 39 વર્ષીય મિતાલી રાજે 8 જૂને ટ્વિટર પર એક લાંબો સંદેશ લખીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. મિતાલીએ પોતાના મેસેજમાં લખ્યું છે કે, જ્યારે મેં બ્લુ જર્સી પહેરીને મારા દેશનું પ્રતિનિધિત્વ કર્યું ત્યારે હું નાની બાળકી હતી. આ સફર ધણી લાંબી રહી જેમાં દરેક પ્રકારની ક્ષણો જોવા મળી, છેલ્લા 23 વર્ષ મારા જીવનના શ્રેષ્ઠ ક્ષણોમાંના એક હતા. દરેક અન્ય સફરની જેમ આ સફરનો પણ અંત આવી રહ્યો છે અને આજે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW