HomeGujaratCentral Gujaratઆંગણવાડીમાં હવે પા પા પગલી પ્રોજેક્ટ શરૂ, 3 થી 5 વર્ષના બાળકો...

આંગણવાડીમાં હવે પા પા પગલી પ્રોજેક્ટ શરૂ, 3 થી 5 વર્ષના બાળકો માટે નવી પહેલ

અમદાવાદ જિલ્લા પંચાયાત કચેરી ખાતે ગઇકાલે ‘પાપા પગલી’ પ્રોજેક્ટ અંતર્ગત ટીએમએલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ૩ થી ૫ વર્ષના બાળકોને આંગણવાડીમાં કેવું શિક્ષણ આપવું, કેવી પદ્ધતિથી આપવું તે અંગે ૨૭ બ્લોક કોઓર્ડિનેટરોએ ભાગ લીધો હતો. જેમાંથી ૬ જણાને વિજેતા જાહેર કરીને તેમની થીમને બિરદાવવામાં આવી હતી.

શું છે આ પ્રોજેક્ટ: પાપા પગલી’ પ્રોજેક્ટ રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવ્યો છે. જેનો હેતું આંગણવાડીમાં આવતા ૩ થી ૫ વર્ષના બાળકોને જીવનને મહત્વના વર્ષમાં તેમના ગુણવત્તાસભર જીવન માટેનો પાયો મજબુત કરવાનો છે. તેઓનો સર્વાગી વિકાસ થાય અને તેઓ બાલવાટિકાના શિક્ષણ માટે સજ્જ થાય તે હેતું રહેલો છે.

શું કહે છે અધિકારી: આઇસીડીએસ પ્રોગામ ઓફિસર પારૂલબેન નાયકના જણાવ્યા મુજબ જિલ્લા પંચાયત હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમાં પ્રથમ વખત અમદાવાદમાં આ કાર્યક્રમ યોજાયો છે. જેમાં ૨૭ જેટલા બ્લોક કોર્ડિનેટરોએ ભાગ લઇને તેમના પ્રોજેક્ટ રજુ કર્યા હતા. સ્ટેટ કચેરીના અધિકારીઓએ પણ હાજરી આપી હતી. આ પ્રોજેક્ટ હેઠળ આંગણવાડી બહેનોને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW