સરકારી નોકરીમાં તલાટીની ભરતી માટે રેકોર્ડ બ્રેક અરજીઓ કરવામાં આવી છે.ગુજરાત રોજગારી આપવામાં દેશમાં અવ્વલ છે તેવા દાવા અત્યાર સુધી ગુજરાત સરકાર દ્વારા કરાતા હતા. ત્યારે આ દાવા પોકળ સાબિત થયા છે.
આટલા ફોર્મ:તલાટીની 3,400 જેટલી જગ્યાઓ માટે 17 લાખ જેટલા ફોર્મ ભરાયા છે. ઉમેદવારોની આ સંખ્યા શું સૂચવે છે? શું ખરેખર ગુજરાતમાં નોકરીઓની ભરપૂર તકો છે? અત્યાર સુધીની તમામ ભરતીઓમાં વધુ છે. રાજ્યમાં કોઈ ભરતીમાં સૌથી વધુ અરજીઓ થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે. તલાટીની 3,400 જગ્યા માટે 17 લાખ અરજી આવી હોય તેવી પ્રથમ ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે.
એક લાખ અરજી રદ: તલાટીની ભરતીમાં ફોર્મ ભરવામાં ભૂલ વાળી 1 લાખ અરજી તો માત્ર રદ કરાઈ છે. નહીં તો આ આંકડો ક્યાં જઈ પહોંચે તે તમે વિચારી શકો છો. તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં તલાટીની પરીક્ષા યોજાવાની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં હવે શિક્ષિત બેરોજગારીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં હાલ 3 લાખથી વધુ શિક્ષિત બેરોજગારો છે. જ્યારે 17 હજાર 816 અર્ધ શિક્ષિત બેરોજગારો રાજ્યમાં ફરી રહ્યા છે.

