HomeGujaratદીવ જતા હોવ તો પહેલા આ ખાસ વાંચી લેજો, હેરાન ઓછા થશો

દીવ જતા હોવ તો પહેલા આ ખાસ વાંચી લેજો, હેરાન ઓછા થશો

દીવમાં જિલ્લા કલેકટર ફોરમન બ્રહ્માના આદેશ અનુસાર તા. 01 જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચ તેમજ દરિયામાં નાહવા પર પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રવાસીઓ બીચ પર હરીફરી શકશે, પરંતુ નાહવા દરિયામાં નહિ જઈ શકે.

શા માટે લીધો આ નિર્ણય:આ માટે દીવ પોલીસ વિભાગ પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને દરિયામાં જતા અટકાવી રહ્યો છે.ચોમાસાની શરૂઆત થતી હોવાથી દરિયામાં વધુ પ્રમાણમાં કરંટ અને પવન સાથે મોટાં મોજાં થતા હોવાથી માનવ જિંદગીને દરિયામાં જવાનો ખતરો વધી જતો હોય છે. ત્યારે જિલ્લા કલેક્ટરે આ આદેશ જાહેર કરી કલમ 144 લગાડવામાં આવી છે. અને આ બાબતે કોઈ કાયદાનું ઉલ્લઘન કરશે તો IPC 188 અને 291 ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આમ જો કોઈ વ્યક્તિ દરિયામાં ન્હાતા પકડાશે તો તેમની સામે એફઆરઆઈ પણ દાખલ થઈ શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW